Jamnagar : જામનગરમાં 22 વર્ષની યુવતી ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાયો

Jamnagar : જામનગર શહેરમાં ફરી એકવાર યુવતી ગુમ થયાને નોંધ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે મળતી માહિતી અનુસાર જામનગર શહેરના હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતી વિપ્ર યુવતી પોતાના ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ છે જેથી પરિવાર ચિંતામાં મુકાયો છે પરિવાર એ પોતાની દીકરી ગુમ થયાની જાણ પોલીસને કરવામાં આવી છે પોલીસે તમામ વિગતો નોંધીને તેમની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે 

હાપા રેલવે સ્ટેશન નજીક અર્ચના-4 માં રહેતી હેતલબેન હસમુખભાઈ જોશી નામની 22 વર્ષની યુવતી ગઈકાલે પોતાના ઘરેથી લાપત્તા બની ગઈ છે પરિવારે તેમને શોધવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તેઓ ન મળતા અંતે તેમણે પોલીસનો સહારો લીધો છે યુવતીનો મોબાઇલ ફોન પણ બંધ આવે છે આ બનાવ અંગે હેતલબેનના પરિવાર દ્વારા જામનગરમાં ના પંચકોશી એ ડિવિઝનમાં ગુમ નોંધ કરાવાઈ છે જેથી પોલીસ દ્વારા તેમને શોધવાનું પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે