ધ્રોળ- લતિપર હાઇવે રોડ કારમાં આગ લાગતા અફડા તફડી સર્જાઈ: દંપતી અઢી વર્ષની બાળકીનો સલામત બચાવ

ધ્રોલ નજીક કારમાં આગ લગાવવાની ઘટના સામે આવી છે જેમાં કારમાં સવાર દંપતિ સહિત અઢી વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે. મોરબી થી એક દંપતિ પોતાની અઢી વર્ષની બાળકી સાથે કારમાં બેસીને મોરબી તરફ આવી રહ્યો હતો તે દરમિયાન ધ્રોલ નજીક આવેલ લતીપર પર પહોંચતા અચાનક કારમાં આગ લાગી હતી આગ લાગતા જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કારમાં આગ લાગતાની  સાથે જ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ધ્રોલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લીધી હતી. સાથે જ પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું

મળતી માહિતી અનુસાર મોરબી શહેરના જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા રવિ કુમાર તેઓ તેમની પત્ની રવિનાબેન અને તેમની અઢી વર્ષની પુત્રી ધ્યાની સાથે કારમાં બેસીને મોરબીથી જામનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે લતીપર પહોંચતા જ કારમાં ભયંકર આગ ભંભૂકી ઊઠી હતી

ધ્રોલ-લતીપર હાઇવે રોડ પર કારમાં આગ લાગવાની ઘટનાનું કારણ શોર્ટ સર્કિટનાથી  આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે આગ લાગતાની સાથે જ દૂર સુધી ધુમાડા નીકળતા નજરે ચડ્યા હતા. ત્યારબાદ રવિ કુમાર કારનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયા હતા ત્યારબાદ તેમની પત્ની અને બાળકીને પણ હેમખેમ બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા 

આ કારની ઘટનામાં આગળ રાખેલી ₹8,000 ની રોકડ રકમ તેમજ ઘડિયાળ અને અન્ય જરૂરી સામગ્રી અને કપડા બળીને રાખ થઈ ગયા હતા. હાલાકી જાનહાની ટળી હતી. આગ લાગતાની સાથે જ અફડા તફડીનો  માહોલ સર્જાયો હતો. પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. કોન્સ્ટેબલ જે. કે. દલસાણીયા તેમજ અનિલભાઈ સોઢીયા તેમજ ફાયર બ્રિગેડની ટીમ પણ આગને કાબુ મેળવવા માટે ઘટનાસ્થળે દોડી આવી હતી