Success Story: ઊંટગાડી ચલાવનારના પુત્ર કેવી રીતે બન્યા IPS અધિકારી,વાંચો પ્રેમસુખ ડેલુની પ્રેરણાદાયક સ્ટોરી

(દિનેશ ઝાલા-લેખક ) IPS Premsukh Delu Success Story- ગુજરાતમાં ઘણા એવા પોલીસ ઓફિસરો છે જે લોકો માટે પ્રેરણાદાયક ઉદાહરણ બન્યા છે ખાખીની અંદર છુપાયેલા ઘણા એવા માણસ છે જેમણે કઠિન સંઘર્ષનો સામનો કરીને IPS અધિકારી બન્યા છે અને ઉચ્ચ કક્ષાની નોકરી મેળવી છે આજે અમે તમને એવા જ  બાહોશ, હોનાર અને નીડર IPS અધિકારી વિશે જણાવવા જઈ રહ્યા છે તેમનો જન્મ સામાન્ય પરિવારમાં થયો છે તેમનું બાળપણ ખૂબ જ મુશ્કેલી ભર્યું રહ્યું છે બાળપણમાં તેમને ઘણો સંઘર્ષ કર્યો છે અને આજે દરેક યુવાઓ માટે પ્રેરણા બન્યા છે ચલો તમને જણાવીએ આઇપીએસ પ્રેમસુખ ડેલુની (Premsukh Delu)  પ્રેરણાદાયક સ્ટોરી 

ક્યારેય કોઈને ખબર ન હતી કે ઊંટગાડી ચલાવનારના પુત્ર પ્રેમસુખ ડેલુ એક દિવસ IPS બનશે. પ્રેમસુખ ડેલુનો જન્મ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નોખા તાલુકાના એક નાનકડા ગામ રાયસરમાં થયો છે સરળ પરિવારમાં તેમનો જન્મ થયો હતો તેમના પિતા ખેડૂત હતા અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઉટ ગાડી પણ ચલાવતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી આ બધી મુશ્કેલી હોવા છતાં પ્રેમસુખ પોતાના પરિવારની સ્થિતિ બદલવા માટે મક્કમ અને સંપૂર્ણ સમર્પણ અને સખત મહેનત સાથે અભ્યાસ કરતા હતા

બાળપણમાં અનેક મુશ્કેલીનો સામનો કર્યો

પ્રેમસુખ નાનપણથી જ પિતાને ખૂબ જ પસંદ હતા અને તે પણ પિતાની ખૂબ જ મદદ કરતા હતા. બાળપણમાં તે પિતાની મદદ કરવા માટે ગાય પણ ચરાવતા હતા તેમણે ગરીબીને ખૂબ જ નજીકથી જોઈ હતી તેમને ખબર હતી કે ફક્ત શિક્ષણ જ તેના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢી શકે છે. આ બધા જ પડકારો વચ્ચે પ્રેમસુખ પોતાના પરિવારને સારું જીવન પૂરું પાડવા માટે સરકારી નોકરી મેળવવાનું લક્ષ્ય ધાર્યું હતું માતા-પિતા સરકારી શાળામાં ભણતા હતા તેની મોટી બહેનને શાળાએ જવાની તક પણ નહોતી મળી 

પટવારીની નોકરી સાથે UPSC પરીક્ષા પાસ કરી

પ્રેમસુખ ડેલુંની સફર ખૂબ જ પ્રેરણાદાયક રહી છે વર્ષ 2010માં ગ્રેજ્યુએટ પૂર્ણ કર્યું હતું  ત્યારબાદ પ્રેમસુખ પટવારી ભરતી પરીક્ષા પાસ કરીને પોતાનો પ્રથમ મુકામ હાંસલ કર્યો હતો. પટવારી તરીકે કામ કરતાની સાથે  તેઓ પોતાનો અભ્યાસ પણ કરતા હતા અને તેમણે આખરે પ્રતિષ્ઠિત UPSC પરીક્ષા પાસ કરી હતી. આ સાથે જ IPS અધિકારી પણ બન્યા હતા. પટવારી સ્થાનિક સરકારી જમીન રેકોર્ડ અધિકારી છે પરંતુ પ્રેમસુખે પોલીસ અધિકારી બનવાનો માર્ગ અપનાવ્યો અને પોલીસ ઓફિસર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું

પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં થયા હતા નાપાસ

પોલીસની તૈયારી કરી રહેલા યુવાનો માટે આ ખૂબ જ રસપ્રદ વાત છે અને ખૂબ જ પ્રેરણાદાયક છે કારણ કે પ્રેમસુખ એક વખત પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં નાપાસ પણ થયા હતા પરંતુ તેના મનમાં નિરાશા કે હારનો કોઈ પત્તો ન હતો તેઓ એ જ પોલીસ વિભાગમાં IPS તરીકે પાછા ફર્યા જ્યાં તેઓ કોન્સ્ટેબલ તરીકે નાપાસ થયા હતા. આજે ઘણા યુવાનો એવા પણ છે જેવો એકવાર પોલીસ પરીક્ષામાં શારીરિક ટેસ્ટ હોય કે પછી લેખિત પરીક્ષા હોય નાપાસ થયા બાદ તેઓ નિરાશ થઈ જતા હોય છે અને હાર માની જતા હોય છે પરંતુ પ્રેમસુખ ડેલુનો આ પ્રેરણાદાયક કિસ્સો દરેક યુવાઓને પ્રેરણા આપે છે

6 વર્ષમાં 12 સરકારી નોકરી મેળવી

પ્રેમસુખે છ વર્ષમાં 12 સરકારી નોકરીઓ મેળવી હતી આ સફળતા માટે તેમનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે કે પટવારી તરીકે કાર્યથી શરૂ કર્યા પછી તેમણે રાજસ્થાન ગ્રામ સેવક પરીક્ષામાં પણ બીજો ક્રમ મેળવ્યો હતો રાજસ્થાન પોલીસ સબ ઇન્સ્પેક્ટરના પદ માટે પણ તેમની પસંદગી થઈ હતી જોકે તેમણે સહાયક જેલર તરીકે સેવા આપવાનું નક્કી કર્યું હતું એટલું જ નહીં તાલુકા શાળા લેક્ચરર અને કોલેજ લેક્ચરર તરીકે પણ પ્રેમસુખ ડેલું એ સેવા આપી છે અને આખરે તેઓ આઇપીએસ અધિકારી બનવાનું પોતાનું સપનું સાકાર કરવા સફળ રહ્યા હતા

વધુમાં જણાવી દઈએ તો સિવિલ સર્વિસિસ (UPSC)પરીક્ષામાં પ્રેમસુખે 170મો ક્રમ મેળવ્યો હતો. જે એક મોટી સિદ્ધિ તેમણે પ્રાપ્ત કરી હતી આજે પ્રેમસુખ ડેલું એવા લોકો માટે પ્રેરણારૂપ છે જેઓ તેમના પડકારજનક સંજોગોથી ઉપર ઊઠીને સફળતા પ્રાપ્ત કરવા માંગે છે આજે પ્રેમસુખ ડેલુ ગુજરાતના જામનગર જિલ્લામાં IPS અધિકારી તરીકે ફરજ બજાવે છે અને દરેક લોકોની સેવા માટે તત્પર છે ગરીબો માટે તેઓ હસીહા તરીકે  ફરજ બજાવે છે