Jamnagar News : ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પાસેથી કારની સીટમાં છુપાવેલ ઇંગ્લિશ દારૂ LCBએ ઝડપી પાડ્યો

Jamnagar News (રિપોર્ટ-આશિષ આહીર): ગુજરાત પોલીસ બુટલેગર અને દારૂની હેરાફેરી કરતા ગુનેગારો પર બાઝ નજર રાખી રહી છે તેમ છતાં  બુટલેગરો પોલીસથી બચવાઅવનવી તરકીબ અજમાવી રહ્યા છે આવી જ એક અવનવી તરકીબ સાથે દારૂ છૂપાવીને નીકળેલ બુટલેગર એલસીબીના સકંજામાં આવ્યો હતો. મારુતિકારમાં છુપાવેલો દારૂ જામનગર LCBએ ઝડપી પાડ્યો છે, ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા પાસે મારુતિ કારની અંદર ચોર ખાનામાંથી ઇંગ્લિશ દારૂની કુલ 78 નંગની બોટલ તેમજ મોબાઈલ મારુતિ કાર મળીને કિંમત રૂપિયા 1,36,200 ના મુદ્દા માલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે 

મળતી માહિતી અનુસાર એલસીબી સ્ટાફ અરજણભાઈ કોડીયાતર,ધમેન્દ્રસિંહ એન જાડેજા  તેમજ મયુદીનભાઇ સૈયદ દ્વારા ધ્રોલ તાલુકાના સોયલ ટોલના કપાશે વોચ ગોઠવી હતી તે દરમિયાન ધ્રોલ તરફથી આવતી કાર નં.GJ16AA7858 મારુતિ કારમાં બનાવેલી ચોર ખાનામાંથી ઇંગ્લિશ દારૂની 78 બોટલ જેમની કિંમત 31,400 તેમજ મોબાઇલ મારુતિ કાર સહિત 1,36, 400ના મુદ્દામાલ સાથે જામનગરના સર્વેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં રહેતાર વીરાજસિહ ઉર્ફે રવિ કીરીટસિંહ જાડેજાને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી 

વધુમાં જણાવી દઈએ તો પકડાયેલ ઈસમ દ્વારા દારૂનો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી મુકામેથી ખરીદવા હોવાનું સામે આવ્યું છે સાથે જ પોલીસ ટીમ પો.ઇન્સ.શ્રી વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.શ્રી પી.એન.મોરી તથા પો.સ.ઈ.શ્રી સી.એમ.કોટેલીયા પો.સ.ઈ.શ્રી એ.કે.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા ભરતભાઇ પટેલ. શરદભાઇ પરમાર નાનજીભાઇ પટેલ અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ દિલીપભાઈ તલવાડીયા હિતેન્દ્રસિંહ જાડેજા કામસભાઇ બ્લોચ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશ માલકીયા, ભારતીબેન ડાંગર કલ્પેશભાઇ મૈયડ, તથા ડ્રાયવર-ધમેન્દ્રસિંહ જાડેજા. દયારામ ત્રિવેદી બીજલભાઈ બાલાસરા પોલીસ ટીમ દ્વારા મોટી કાર્યવાહીમાં દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો