Jamnagar Crime : જામનગર શહેરમાં મરાઠી પતિ પર છરી વડે હુમલાની ફરિયાદ સામે આવી છે એક શખ્સે છરી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાય છે. શહેરના અશોક સમ્રાટ વિસ્તારમાં રહેતી મરાઠી યુવતી પર તેમના પડોશીમાં રહેતા એક શખ્સે છરી વડે યુવતીના ડોકા તથા પેટના ભાગે છરીના ત્રણ જેટલા ઘા જીકી દીધા હતા ત્યારબાદ તાત્કાલિક ઘાયલ યુવતીને જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી યુવતીએ ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે
અશોક સમ્રાટમાં રહેતી મરાઠી યુવતીએ નોંધાવી પોલીસ ફરિયાદ
આ બનાવની વિગતવાર વાત કરીએ તો અશોક સમ્રાટમાં રહેતી મરાઠી યુવતી ગીતાબેન રાજુભાઈ ગોષ્ઠિ (ઉ.વ :25) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમણે જણાવ્યું હતું કે તેમના પડોશમાં રહેતા એલબો ડાડો નામના વ્યક્તિએ તેમના ઘરે ઘસી આવી છરી વડે હુમલો કર્યો હતો આ સાથે જ તેમની સાથે છત્રપાલસિંહ નામનો વ્યક્તિ પણ આવ્યો હતો તેમણે પોતાને પકડી રાખી હતી ત્યારબાદ એલબા ડાડાએ છરી વડે ડોક અને ગળાના ભાગે તેમજ પેટના ભાગે ત્રણ છરીના ઘા જીકી દીધા હતા. સાથે જ અજીતબાપુ એમ ત્રણેય લોકોએ મકાનનો દરવાજો બહારથી બંધ કરી ત્રણેય લોકો નાસી છૂટ્યા હતા
ઈજાગ્રસ્ત યુવતિ જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ
ઈજાગ્રસ્ત સંગીતાબેન હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે સાથે જ તેમણે પોતાના પર છરી વડે હુમલો કરનાર ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર છત્રપાલસિંહ તેમજ એલબો ડાડો તેમની પત્ની સાથે ઝગડો થયો હતો ત્યારબાદ પત્ની છૂટાછેડા લેવાનું કહેતા પોતે સંગીતાબેન તેમાં નિમિત હોય તેવી તેને શંકા જતા તેમણે સંગીતાબેન પર હુમલો કર્યો હતો પોલીસે ત્રણેય આરોપીને શોધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હુમલો કરનાર વ્યક્તિનો પોતાની પત્નીની સાથે છૂટાછેડા અંગે ઝઘડો થયો હતો ત્યારબાદ સંગીતાબેનની તેમના પત્ની સાથે થયેલ ઝઘડા અને છૂટાછેડા અંગે સડામણી હોય તેવી શંકા રાખીને છરી વડે હુમલો કર્યો હતો