Jamnagar : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ભયંકર અકસ્માતમાં બે વ્યક્તિઓના મોતની પછી હતા આકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ આજે જોડિયા પોલીસે ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરી ટ્રેક્ટર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતની ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો ગત 21 જાન્યુઆરી 2025 ના રોજ સાંજના સમયે જોડિયા તાલુકાના કેશિયા ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં મૂળ રાજસ્થાનનો વતની રાકેશ દેવારામ ખટાણા પોતાના આર.જે. 14 આર. સી. 9140 નંબરના ટ્રેક્ટરમાં ટાંકી ફીટ કરીને મોરબી તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન જોડિયા તાલુકાના કેસિયા ગામ પાસે અચાનક બ્રેક મારતા ટ્રેક્ટરને કાબુ ગુમાવ્યો હતો જેમાં ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. અકસ્માતમાં સૌપ્રથમ પતરા પર બેઠેલા મનીષા આદિવાસી તેમજ પાછળ આવી રહેલી કાર નંબર જી.જે. 10 સી.જી. 2932માં બેઠેલા રાજેશભાઈ ત્રિકુભાઈ ગાંભવા બંનેના મૃત્યુ થયા હતા
અકસ્માતની ઘટના બાદ સરકારી કર્મચારી રાજેશભાઈ ગામા ભત્રીજા યોગેશભાઈ મનસુખભાઈ દ્વારા ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જોડિયા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ રાજસ્થાનના વતની અને ટ્રેક્ટર દ્વારા અકસ્માત સર્જનાર દેવારામ ખટાણા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ સિવાય પોલીસે ટ્રેક્ટર પણ કબજે કર્યું છે