Republic Day 2025 : ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં આવેલ તાલુકા શાળા ખાતે આજે પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ.નૃત્ય, રાશ ગરબા,આદિવાસી નૃત્ય,નાટક અને રંગારંગ દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
ભૂત પૂર્વ સરપંચ શ્રી ફિરોજભાઈ સુધાગુનીયા,ઉપ સરપંચ શ્રી વિજયસિંહ જાડેજા,દાતા શ્રી જયંતીભાઈ મુંગરા, તેમજ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી રસસભર કરનાર શિક્ષકો શાંતિલાલ કાશિયાની,હેતલબેન ગંઢેચા,તૃપ્તિબેન પંડ્યા,રાજેન્દ્રભાઈ ડાંગર,મહાવીરસિંહ જાડેજા,ફારૂકભાઈ મકરાણી,કનૈયાલાલ રાઠોડ અને આચાર્ય શ્રી નીલુબેન બરડાણા ઉપસ્થિત રહ્યા હતા આ સિવાય જયંતીલાલ મુંગરા તરફથી તમામ બાળકોને પ્રોત્સાહન ભેટ આપવામાં આવી હતી