ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે જાહેરનામું જાહેર, જાણો તમામ વિગતો – Supplementary Exam 2025

Supplementary Exams: ધોરણ 10 અને ધોરણ 12 ની પૂરક પરીક્ષાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો 23 જૂન 2025 થી 3 જુલાઈ 2025 દરમિયાન પરીક્ષા યોજવા જઈ રહી છે અસામાજિક તત્વોના કોઈ પણ ભવ વગર અથવા ત્રાસ વગર પરીક્ષા આપી શકશે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રી  દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે મહત્વની તારીખો ની વાત કરીએ તો 23 જૂન 2025 થી લઈને 3 જુલાઈ 2025 દરમિયાન પરીક્ષા યોજવા જઈ રહી છે 

જાહેરનામા અંગે વિગતવાર વાત કરીએ તો તેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી 23 જૂન 2025 થી લઈને 3 જૂન 2025 ના રોજ સવારના 09:00 વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી અમુક કૃત્ય પર પ્રતિબંધ મૂકવામાં આવશે સાથે જ જાહેરનામા એ પણ જણાવવામાં આવ્યું છે કે પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરના કોઈપણ વિસ્તારમાં અથવા માર્ગમાં કે પછી ચોકમાં આવારા તત્વો જ્યાં લોકો એકઠા થતા હોય  તેના પર કાર્યવાહી કરવામાં આવશે જ પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં આવેલા સ્થળોએ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા અને તેમજ કોપીરાઇટ કે ડુપ્લીકેટ પ્રશ્નપત્રો ની ઝેરોક્ષ અથવા મશીનો દ્વારા કોઈ કોપી ન થાય તેને પણ બંધ રાખવામાં આવશે 

વધુમાં તે પણ વિગતો સામે આવે છે કે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ચોરી ન થાય કોઈ પણ પ્રકારનું મટીરીયલ જે પરીક્ષામાં કોપી કરવાનું મદદરૂપ થાય તેવું લઈ જવા દેવામાં નહીં આવે સાથે જ કોઈપણ પ્રકારની પરીક્ષામાં છેડખાની ન થાય તેના માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે

Leave a Comment