Jamnagar: જામનગર શહેરમાં અવારનવાર જુગાર રમતા જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા હોય છે ત્યારે વધુ 11 ઇસમો જાહેરમાં જુગાર રમતા ઝડપાયા હતા. મળતી માહિતી અનુસાર સર્વેલન્સ સ્કોડ સીટી બી ડીવીઝન પોલીસ કોન્સ.ધર્મેન્દ્રસિંહ ધેલુભા વાઢેર, સાજીદભાઈ રફીકભાઈ બેલીમ સહિતના સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાદ મીના આધારે જામનગર ગુલાબનગર રવિ પાર્ક પાસે આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટી શેરી નંબર એકની અંદર જાહેરમાં સ્ટ્રીટ લાઈટ ચાલુ કરીને ધોડીપાસા વડે જુગાર રમી રહ્યા હતા. 11 જેટલા ઇસમો ગોળ કુંડાળું વળી ઘોડીના પાસા વડે જુગાર રમીએ પૈસાની હાર જીત કરતા જણાય આવેલ હતા જેથી રેડ દરમિયાન કુલ 11 જેટલા ઈસમો માથી બે ઇસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય રફુચક્કર થતા તેમને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
વધુમાં જણાવી દઈએ તો જુગારની રેડ દરમિયાન (૧) રહીમભાઈ ઉર્ફે નીંઢો ઈબ્રાહિમભાઈ ખીરા,(૨) શાહબાજ અલ્તાફભાઈ ખીરાને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે અન્ય હાસમ ઉર્ફે ગંધારો,કાસમ ખેરાણી,અફઝલ ઉર્ફે ઉચો,ઈમરાન ખેરાણી,પ્રવીણ ડાભી,મહેંન્દ્રસિંહ ઉર્ફે મેંદીયો ચાંદલો,હાજી ઉર્ફે ભાણેજ તેમજ સાહિદ ઉર્ફે સાહિદો અને અબુ ફુલવડી જેવો જામનગરના અલગ-અલગ વિસ્તારોમાં રહે છે આ તમામ પોલીસ રેડ દરમિયાન નાશી છૂટ્યા હતા
પોલીસ દ્વારા તમામ જુગાર રમતા ઈસમો સામે જુગાર ધારાની કલમો હેઠળ ફરિયાદ વધુ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ રેડ દરમિયાન કુલ રૂ .૧૩૪૭૦/- ના મુદામાલ મળી આવ્યો હતો