Jamnagar: ધ્રોલ શહેરમાં બે પડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મામલો ઉગ્ર બનતા મારામારીની ઘટના બની હતી જેમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિઓને નાની મોટી ઇજા પહોંચતા બંને પક્ષે સામે સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
મળતી માહિતી અનુસાર રહેમાનખાન લોદીન તેમજ તેમની પુત્રી સાનિયા રહેમાનખાન લોદીન દ્વારા ફૂલવાડી રોડ પર રહેતા યુસુફભાઈ જુણેજ તથા તેમના પત્ની જરીનાબેન પર લાકડા અને ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ ધ્રોલ પોલીસ પંથકમાં નોંધાય છે યુસુફભાઈ અને તેમના પત્ની ઝરીના બેનને ગંભીરેજાઓ પહોંચતા તેમણે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. પોતાના પડોશી સામે ફરિયાદ નોંધતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
વધુમાં જણાવી દઈએ તો સામે પક્ષ વાળા એટલે કે સાનિયા બેન રહેમાન ખાને પણ પોતાનો ઉપર તેમજ પોતાના પતિ ઉપર હુમલો કરવા અંગે યુસુફભાઈ હારુનભાઈ જુણેજ અને તેના પત્ની જરીનાબેન જોડે જ સામે- સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંનેની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક મળતી માહિતી અનુસાર આ આ મારામારીના કિસ્સામાં પિતા-પુત્રીને ઇજા થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે