Jamnagar: ગુજરાતમાં અકસ્માતની ઘટના દિવસે અને દિવસે વધી રહી છે હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે શિયાળાની ઋતુમાં ધુમસના કારણે પણ ઘણીવાર ધોરીમાર્ગો પર અકસ્માતને ઘટના બનતી હોય છે પરંતુ આજે ફરી એકવાર લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામના હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી જેમાં 80 વર્ષના સુખલાલભાઈ ગઢીયાને ઇકો કાર દ્વારા ઠોકર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી સુખલાલભાઈ ગઢીયાને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
મળતી માહિતી અનુસાર સુખલાલભાઈ ગઢીયા પગપાળા ચાલીને જતા હતા તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલી ઇકો કાર જી.જે 10 ટી.આર.2630 દ્વારા અડફેટે લેતા રોડ પર પટકાઈને પડ્યા હતા. જેથી તેમના માથામાં હેમરેજ સહિતની ગંભીર જાઓ પહોંચી હતી આ ઘટનાની જાણ થતા ઇજાગ્રસ્તના પુત્ર દોડી આવ્યા હતા અને ઇકો કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
બીજી તરફ અકસ્માતની ઘટના ગુલાબનગર નવનાલા રોડ પર બની હતી જ્યાં બાઇક લઈને દૂધના વેચાણ માટે જઈ રહેલા ગોવિંદભાઈ ઘેલાભાઈ નામના ભરવાડ યુવાનને રીક્ષાના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને પણ રીક્ષા ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે બેફીકરાય પૂર ઝડપે ચલાવતા વાહન ચાલકો બેફામ બન્યા છે અવાર-નવાર નિર્દોષ લોકોને ઠોકરે ચડાવતા હોય છે ઘણીવાર અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ પણ જાય છે