જામનગર : 31 ડિસેમ્બરના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકો જૂનું વર્ષ એટલે કે 2024ને વિદાય આપવાના છે અને નવું વર્ષ એટલે કે 2025ના આગમનને લઈને યુવાનો જોરદાર પાર્ટીઓ કરતા હોય છે ગુજરાત સહિત દેશભરના ઘણા બધા રાજ્યોમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટીનું આયોજન થતું હોય છે આવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે જામનગર શહેર પોલીસ દ્વારા કડક સુચના બહાર પાડવામાં આવી છે જેમાં નશાની હાલતમાં કાર ચલાવી અથવા દારૂ પીને ખેલ કરવા તેમજ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ જેવા કેસ ન બને તેના માટે અગાઉથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે
જામનગર શહેર પોલીસ દ્વારા તમામ દારૂડિયાઓ અને નશાની હાલતમાં ડ્રિંક કરી ડ્રાઈવ કરનારાઓ માટે કડક વોર્નિંગ આપવામાં આવી છે, જામનગર શહેર પોલીસ દ્વારા તમામ યુવાનો પર બાજ નજર રહેશે અને 31 માં જામનગર પોલીસ નશો કરનાર તેમજ મહેફિલ માળનારા લોકો સામે લાલ આંખ કરશે, જે પણ વ્યક્તિ હવે નશાની હાલતમાં ઝડપાશે અથવા ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરશે આવા સંજોગોમાં તેમને જામનગર પોલીસ સારી રીતે કાયદાનું ભાન કરાવશે
DySP જયવીર સિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે “આવનારા 31 ડિસેમ્બરને અનુસંધાને એસ.પી સાહેબ દ્વારા જામનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં વધુમાં વધુ કામ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે શહેરમાં જેટલા પણ આયોજનો થવાના છે, તેના આયોજકો સાથે મીટીંગ કરીને સાઉન્ડને લગતા નિયમો તેમજ અન્ય નિયમોને ધ્યાનમાં રાખીને નિયમોનું પાલન કરવાનું રહેશે. કોઈ નશાકારક દ્રવ્યોનો ઉપયોગ કરીને અથવા કોઈ પણ પ્રકારના કેફી પદાર્થનું સેવન ન થાય તેના માટે જામનગર શહેર પોલીસ દ્વારા તમામ પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે”