ધ્રોલ શહેરમાં લવ મેરેજ બાદ યુવક અને યુવતીના પરિવાર વચ્ચે મોટી તકરાર બાદ મારકૂટ થતા ધ્રોલ પોલીસ પંથકમાં ફરિયાદ નોંધાય છે, પોલીસ ફરિયાદ મુજબ ખારવા રોડ પર ગાર્ડી કોલેજ પાસે આવેલ રામપાર્કમાં રહેતા જાનવીબેન વા/ઓફ હેમાંગભાઇ દવેના પુત્ર આદિત્યએ બે માસ પહેલા ખત્રીના ચોરા પાસે રહેતા ગીતાબેન ધર્મેન્દ્રભાઇ આશાની પુત્રી બંસી સાથે લવ મેરેજ કર્યા હતા. ત્યારે જાનવીબેનને એમ હતું કે સમય જતા બંસીના માતા-પિતા સાથે સમાધાન થઈ જશે પરંતુ બંસીના માતા ગીતાબેન દ્વારા અચાનક તેમના ઘરે આવી બેસ બોલના ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં ગીતાબેનના હાથના કાંડામાં ઈજા પોહચતા પોલિસ ફરીયાદ નોંધાવી હતી
પોલીસ ફરિયાદ નોંધાવતા જાનવીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે “અમે બપોરે 1:00 વાગ્યાની આસપાસ ઘરે હતા ત્યારે ગીતાબેન ધર્મેન્દ્રભાઈ આશા અમારા ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે તારો દીકરો આદિત્ય ક્યાં છે? તે મારી દીકરી બંસીને ભગાડીને લગ્ન કર્યા છે તેમ કહી ભૂંડી ગાળો આપવા લાગ્યા અને ગીતાબેને બેસ બોલનો ધોકો લઈને આવ્યા હતા તે ધોકા વડે મારા ઘરની બારીનો કાચ તથા મારા ઘરમાં પડેલ બુલેટની ટાંકીમાં નુકસાન પહોંચાડ્યું હતું. આ સિવાય તેમની સાથે વધુ બોલાચાલી થતા ગીતાબેને મને જમણા હાથના કાંડામાં બેસ બોલના ધોકા વડે ઇજા પહોંચાડી અને ઢીકા પાટુનો મૂઢમાર માર્યો હતો. આ સાથે જ તેણે જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપવા લાગ્યા હતા”
વધુમાં જાનવીબેને પોલીસ ફરિયાદમાં ફરિયાદ મોડી લખાવવાના કારણો વિશે જણાવતા કહ્યું હતું કે “આ ફરીયાદ મોળી કરવાનુ કારણ એ છે મારા દીકરાએ સામાવાળાની દિકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જેથી અમારે એકબીજા વચ્ચે સમાધાનની રાહ જોયલ હોય જેથી આજરોજ ફરીયાદ કરવા આવેલ છીએ”
ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાનવીબેન દ્વારા નોંધાવેલ ફરિયાદનો સમગ્ર મામલો લવ મેરેજનો છે જેમાં તેમના પુત્ર આદિત્ય દ્વારા બંસી નામની યુવતી સાથે પ્રેમ થયો હતો ત્યારબાદ તેમણે બે માસ પહેલા તેમની સાથે લવ મેરેજ કર્યા હતા જેમનો ખાર રાખી યુવતીના માતા ગીતાબેને પુત્ર આદિત્યના માતાના ઘરે જઈને માથાકૂટ કરી હતી અને માથાકૂટમાં જાનવીબેનના જમણા હાથના કાંડામાં ઇજા પહોંચી હતી ત્યારે જાનવીબેન દ્વારા ગીતાબેન ધર્મેન્દ્રભાઈ આશા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવાની ફરિયાદ નોંધાવી હતી ધ્રોલ પોલીસે બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૨૪(૪) તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધ વધુ કાર્યવાહી હાથ ધરી છે