Jamnagar : જામનગર શહેરના ખોડીયાર કોલોનીમાં રહેતા એક યુવાન પર ચાર પાંચ શખ્સો દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે જેમાં યુવાનના હાથ – પગ પર ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે, મળતી માહિતી અનુસાર ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાને થોડા દિવસો પહેલા પોતાનો જન્મદિવસની એક વિડીયો બનાવ્યો હતો. તે વિડિયો મોબાઇલમાં વાયરલ થયો હતો જેનું મન દુઃખ રાખીને તે જ વિસ્તારમાં રહેતા પાંચ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે યુવાન પર હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનના હાથ પગ ભાંગી ગયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે
આ સમગ્ર મામલે મળતી વિગતો અનુસાર ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સ્ટીફન ડેનિયલ નામના 30 વર્ષના યુવાને થોડા દિવસો પહેલા જ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી તે દરમિયાન તેમના જન્મદિવસનો વિડીયો બનાવીને તેમણે સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. ત્યારબાદ તે જ ખોડીયાર કોલોનીમાં રહેતા કુલદીપસિંહ ઉર્ફે લાલો ઢીંગલી નટુભા પરમાર નામના શખ્સને તેમની સ્ટોરી પસંદ ન આવી અને તેમનું મન દુઃખ રાખીને તેમના પર ખાર ઉતાર્યો હતો અને ધોકા પાણી વડે ધોઈ તેમના પર હુમલો કર્યો હતો
વધુમાં જણાવી દઈએ તો ખોડીયાર કોરોની વિસ્તારમાં એક ચા ની હોટલ પાસે ઉભા હતા તે દરમિયાન ચાર શખ્સો જેમ કે કુલદીપ સિંહ દિવ્યરાજસિંહ કિશોરસિંહ ચૌહાણ ઘનશ્યામસિંહ જાડેજા સહિત જયદીપસિંહ અને વનરાજ નામના અન્ય બે શખ્સો આવી લોખંડના પાઇપ અને ધોકા વડે સ્ટીફન ડેનિયલ પર હુમલો કર્યો હતો હુમલા બાદ સ્ટીફનને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો
સૌપ્રથમ સ્ટીફનને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ સીટી સી ડિવિઝનના પીએસઆઇ સહિતનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો. પોલીસે હુમલાખોર પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધ વધુ કાર્યવાહી હાથ ધરી છે