Jamnagar News : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે જેમાં એક બાળકીનું મોત થયાના અહેવાલ મળી રહ્યા છે, આજે એટલે કે રવિવારે સવારે 10:00 વાગ્યાની આસપાસ ધ્રોલ પાસે આવેલ મોડ પર ગામના પાટિયા પાસે ઇકો કાર નં GJ03LR7310 અને સ્વાતિક નામની ખાનગી બસ નં GJ14AT0650 વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં એક બાળકી ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું છે
મળતી માહિતી અનુસાર મોડપર ગામના પાટિયા પાસે ઇકો કારને ખાનગી બસે પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો કારમા સવાર હેતવીબેન નીરવભાઈ દવે (ઉ.વ:12)ને ગંભીર ઈજાઓ પોંહચતા મોત નીપજ્યું હતું જયારે અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ થતા રાજકોટ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા
અકસ્માતની જાણ થતા ધ્રોલ પોલીસ કોસ્ટે,સી.જે.જાડેજા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જામનગર રાજકોટ ધોરી માર્ગ પર આવેલ મોડપર ગામના પાટિયા પાસે થયેલ અક્સ્માતન સર્જાતા લોકોનો જમાવડો જોવા મળ્યો હતો અને થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો