Dhrol News । જી.આર વાણીયા (બ્યુરો ધ્રોલ) : ફૂલ ગુલાબી ઠંડી શિયાળાની સીઝન ચાલી રહી છે અને આ સિઝનમાં શાકભાજી તેમજ ફ્રૂટની અઢળક આવક માર્કેટિંગ યાર્ડમાં જોવા મળતી હોય છે, તો બીજી તરફ શાકભાજી માર્કેટ અને જાહેર રસ્તાઓ પર લારીઓ રાખી લો-ક્વોલિટીના ફ્રૂટનું વેચાણ કરતા વેપારીઓ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતાં હોય તેવું લાગી રહ્યું છે સસ્તા ભાવમાં સડેલા ફ્રુટનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે લારીઓમાં વેચાતા લો-ક્વોલિટી ફ્રૂટથી ગ્રાહકો ગંભીર બીમારીમાં સપડાય તેવી ભીતિ સેવાય રહી છે બીજી તરફ ગ્રાહકો પણ ઈચ્છે છે કે બજારમાં ખુલ્લેઆમ લારીઓ પર વેચાતા લો-ક્વોલિટી ફ્રુટનું પાલિકા દ્વારા ફ્રુટ ચેકિંગ અને ફ્રુટ ક્વોલિટીનું નિરીક્ષણ થવું જોઈએ જેથી ગ્રાહકોના આરોગ્યને વધુ મહત્વ આપી શકીએ. શિયાળાની ઋતુમાં ગ્રાહકો વધારે ફ્રૂટ ખરીદવાનું પસંદ કરતા હોય છે તેનો ફાયદો સસ્તા ભાવમાં વેપારીઓ સડેલા ફ્રૂટ ગ્રાહકોને પધરાવી ઉઠાવતા હોય છે
મળતી માહિતી અનુસાર ધ્રોલ શહેરમાં આવેલ શાકભાજી માર્કેટ તેમજ જાહેર રસ્તા પર લારીઓમાં વેચાતા લો-ક્વોલિટીના ફ્રૂટોથી ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, બીજી તરફ ગ્રાહકો પણ ઈચ્છે છે કે પાલિકા દ્વારા ફ્રુટ ચેકિંગ અને ફ્રુટ ક્વોલિટીનું નિરીક્ષણ થવું જોઈએ જેથી ગ્રાહકોના આરોગ્યને વધુ મહત્વ આપી શકીએ. એક ગ્રાહકે લોકશાહી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ધ્રોલની શાકભાજી માર્કેટ તેમજ જાહેર રસ્તામાં લારીમાં વેચાતા ફ્રુટમાં ઈયળ જેવી વસ્તુ પણ જોવા મળતી હોય છે સડેલા દાડમ, જામફળ તેમજ અન્ય ફળો લો-વોલિટી વાળા હોવાથી ગ્રાહકો ગંભીર બીમારીનો ભોગ બની શકે છે
“ગ્રાહકોને પણ અમારી વિનંતી છે કે સસ્તા ભાવમાં અને લો-વોલીટીના ફ્રુટનું સેવન કરી અથવા ખરીદીને પોતાના સ્વાસ્થ્યને જોખમમાંના મુકતા, પૂરતા ભાવ આપીને પુરી ક્વોલિટીમાં ફ્રુટ ખરીદવું તમારી જવાબદારી છે”