Jamnagar : જામનગર શહેરમાં ફરી એકવાર ત્રીજો લાપતાનો કિસ્સો સામે આવ્યો છે 22 વર્ષીય અપરણિત યુવતી ઘરેથી લાપતા થઈ છે આપ સૌને જણાવી દઈએ 20 જાન્યુઆરીના રોજ જામનગર નજીક આવેલા સિક્કા ભગવતી સોસાયટીમાં રહેતો અને મજૂરી કામ કરતો ચેતન પરષોત્તમભાઈ ઓડીચ નામનો યુવક ઘરેથી નીકળી ગયા પછી એકાએક લાપતા બની ગયો હતો ત્યારબાદ પોલીસને પણ જાણ કરાઈ હતી
બીજો બનાવ જામનગર શહેરના ઠેબા ગામમાં બન્યો હતો જ્યાં એક યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ હતી ગામમાં રહેતા ગિરધરભાઈ મકવાણાની 21 વર્ષીય અપરણિત પુત્રી પારસબેન જેવો 15 જાન્યુઆરીનો રોજ સાંજના સમયે અચાનક ઘરેથી નીકળીને ગાયબ થઈ ગઈ હતી જ્યારે પુત્રીના પિતા ગિરધરભાઈ પોલીસને જાણ કરતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી
હાલ ત્રીજો લાપતાનો બનાવ સામે આવ્યો છે લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતી 22 વર્ષીય અપરણીત યુવતી પોતાના ઘરેથી એકાએક લાપતા બની ગઈ છે જ્યારે પરિવારજનો ચિંતામાં મુકાયા છે સાથે જ પરિવારજનોએ મેઘપર પોલીસ પંથકમાં ગુમનોંધ કરાવતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે
મળતી માહિતી અનુસાર મેઘપર ગામમાં રહેતી સપના ઉર્ફે ભૂમિ વકુભાઈ પરમાર નામની 22 વર્ષની યુવતી પોતાના ઘરેથી 21 તારીખે એકાએક લાપતા બની ગઈ હતી પરિવારજનો એ પોતાની પુત્રી ગુમ થયાની જાણ પોલીસને કરી હતી આથી આખરે જામનગરના મેઘપર પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને ગુમ નોંધ કરાવતા પોલીસે ગુમ થયેલ યુવતીની શોધ કરી રહી છે અને વધુ તપાસ હાથ ધરી છે