ધ્રોલમાં બાઇક-કાર વચ્ચે અકસ્માત સર્જાયો,બાઈક ચાલકને ગંભીર ઇજા,પોલીસ ફરિયાદ નોંધાઈ

ધ્રોલ શહેરમાં આવેલ ગાંધી ચોક પાસે રોડ ક્રોસ કરતા યુવાનને કાર ચાલકે અડફેટે લેતા અક્સ્માત સર્જાયો હતો જેમાં યુવાનને મગજના ભાગમાં તેમજ પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટ સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા 

મળતી માહિતી અનુસાર ગત તારીખ 20-12-2024ના રોજ દિનેશભાઈ વીરજીભાઇ શેરસીયા (ઉ.વ:42) જેવો જોડિયા તાલુકામાં આવેલ હરિયાણા ગામના રહેવાસી છે અને રાત્રે 10:30 વાગ્યાની આસપાસ ધ્રોલના ગાંધી ચોક પાસે આવેલ એક્સિસ બેન્કના એટીએમમાં પોતાનું હોંડા કંપનીનુ પેસન મોટરસાયકલ નં GJ-10-BE-0390 લઈને રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન પૂર ઝડપે આવતી કારે પાછળથી ઠોકર મારતા દિનેશભાઈ રોડ પર પટકાઈ જતા માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારબાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને દિનેશભાઈને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા

દિનેશભાઈને માથાના ભાગમાં ગંભીરે જાઓ પહોંચતા તેમને ધ્રોલની સરકારી હોસ્પિટલ પરથી રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. દિનેશભાઈના ભત્રીજા પ્રતાપભાઈ નાનજીભાઇ શેરસીયા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે દિનેશભાઈને સીનર્જી હોસ્પિટલમાં લઈ ગયા બાદ હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી સીનર્જી હોસ્પિટલમાં મગજના ઓપરેશન બાદ તેમની સારવાર ચાલી રહી છે

ફરીયાદી પ્રતાપભાઈ નાનજીભાઈ શેરસીયાએ પોતાના કાકાના દીકરાના અકસ્માતની ફરિયાદ ધ્રોલ પોલીસ પંથકમાં નોંધાવી છે પોલીસે કલમ ૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે