જામનગર સેલિબ્રિટીનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે અનંત અંબાણીના લગ્ન બાદ જામનગરમાં અવારનવાર સેલિબ્રિટી આવી પહોંચે છે ત્યારે હાલ ક્રીસમસની (Christmas) ઉજવણી ચાલી રહી છે અને નાતાલ અવસર પણ છે ત્યારે બોલીવુડ સેલિબ્રિટીઝ અને સ્ટારકીડ્સ જામનગરના મહેમાન બન્યા હતા જામનગર નજીક રિલાઇન્સ ગ્રીન ટાઉનશીપમાં ફરી બોલીવુડ સ્ટાર્સનો જમાવડો જોવા મળી રહ્યો છે જેના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જાણીતા કલાકાર અને સેલિબ્રિટીઝ ફરી જામનગરના મહેમાન બન્યા છે લોકો પણ સેલિબ્રિટીઝને જોવા માટે આતુર છે
વધુમાં જણાવી દઈએ તો ધીરુભાઈ અંબાણીનો 28 ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે અવસર નિમિત્તે પણ ઘણા બધા સેલિબ્રિટી એવો હાજર રહે તેવું જાણવા મળી રહ્યું છે આ નિમિત્તે કંપનીના કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે એક તરફ તહેવાર જેવો માહોલ છે તો બીજી તરફ ધીરુભાઈ અંબાણીનો જન્મદિવસની ધામધૂમથી ઓજવણી કરવામાં આવશે. આ જન્મદિવસની ઉજવણી દરમિયાન ઘણા બધા જાણીતા કલાકારો પણ ઉપસ્થિત રહેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે
જામનગર શહેરમાં આવી પહોંચેલા સેલિબ્રિટીઝની વાત કરીએ તો સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન(Sara Ali Khan), ઈબ્રાહિમ અલીખાન, ખુશી કપૂર(Khushi Kapoor), અરિજીત સિંહ તેમજ બોની કપૂર જેવા સેલિબ્રિટીઝનું આગમન થઈ ચૂક્યું છે આ તમામ સેલિબ્રિટીઝ જામનગર એરપોર્ટ થી કાર દ્વારા રિલાયન્સ કંપની પહોંચ્યા હતા.સાથે જ નાતાલના તહેવારોની પણ ધામધૂમથી આ સેલિબ્રિટી ગ જામનગરમાં ઉજવણી કરશે
28 ડિસેમ્બરના રોજ ધીરુભાઈ અંબાણીનો (Dhirubhai Ambani Birthday) જન્મદિવસ છે આ નિમિત્તે કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન સારા અલી ખાન તેમજ બોની કપૂર ખુશી કપૂર જેવા સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે અને ધીરુભાઈ અંબાણીનો જન્મદિવસ હોય ત્યારે જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે