જામનગર: ભાઈએ મન દુઃખ રાખી બહેન પર કર્યો હુમલો, નોંધાય પોલીસ ફરિયાદ

જામનગર:  આજના સમયમાં નાની મોટી બાબતને લઈને અવારનવાર લોકો ઝઘડી પડે છે પરિવાર હોય કે મિત્ર હોય કે પછી સગા સંબંધીઓ હોય નાની મોટી બાબતોને લઈને ઘણીવાર જીવલેણ હુમલા સુધી ઉતરી આવે છે ત્યારે વધુ એક ભાઈ-બહેન વચ્ચેના ઝઘડાની ઘટના સામે આવી છે જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી મુમતાજબેન અબ્દુલભાઈ જેડા નામની 35 વર્ષની યુવતીએ પોતાના ઉપર હુમલા થયાની ફરિયાદ નોંધાવી છે

વધુમાં મળતી માહિતી અનુસાર મમતાઝ બેન અબ્દુલભાઈ છેડા સાથે સગાભાઈ કાદર આમતભાઈ અક્કલ નામના ભાઈએ બહેન પર હુમલો કર્યો હતો જેમાં બહેનના હાથમાં ફેક્ચર થઈ ગયું હતું ત્યારબાદ બહેને પોતાના સગા ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે મમતાઝબેનની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે 

મુમતાજ બેનની ફરિયાદના આધારે મળતી માહિતી અનુસાર બંને ભાઈ-બહેન વચ્ચે મનદુ:ખ ચાલતું હોય જેના કારણે ભાઈએ ગઈકાલે બહેન પર અચાનક હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન બહેન મમતાઝ બેનના હાથમાં ફેક્ચર થઈ ગયું હતું સહિતની નાની મોટી ઇજાઓ પહોંચી હતી ત્યારબાદ તેમને સારવાર લીધી હોવાની પણ માહિતી મળી રહી છે મમતાઝ બેને આ સમગ્ર મામલે સીટી બી ડિવિઝન પોલીસ  પંથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આરોપી કાદર અહમદ અક્કલ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે

Leave a Comment