નજીવી બાબતે માતાએ ઠપકો આપતા પુત્રીએ કરી આત્મહત્યા, અન્ય બે ઘટનાથી ખળભળાટ

કલ્યાણપુર તાલુકામાં 18 વર્ષની પરિણીત યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે, નજીવી બાબતે યુવતીએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું મળતી વિગતો અનુસાર માતાએ નવા કપડાની ના પાડતા પ્રગતિબેનને મનમાં લાગી આવ્યું હતું જેના કારણે તેમણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ  આપઘાત કરી હતી.આ બનાવ અંગે ક્રિષ્નાબેન અરજણભાઈ ગોવિંદભાઈ ધોળકિયાએ કલ્યાણપુર પોલીસ પંથકમાં જરૂરી માહિતી આપી હતી. નજીવી બાબતે પ્રગતિબેને આપઘાત કરતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે આ બનાવની વિગતવાર વાત કરીએ તો કલ્યાણ તાલુકામાં આવેલ લાંબા ગામમાં રહેતી 18 વર્ષની યુવતીને માતાએ નવા કપડાં લેવા ઠપકો આપતા ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી

બીજી ઘટના ખંભાળિયા તાલુકામાં પણ બની હતી જ્યાં ખંભાળિયા તાલુકાના ગોઇજ ગામમાં રહેતી મહિલાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે કારણની તપાસ કરવા કાર્યવાહી હાથ ધરી હતી મૃતક મહિલા મધ્યપ્રદેશની અને કલ્યાણપુરના સત્તારપરમાં રહેતા અને મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે જેમણે તેમના ખેતરમાં ઝેરી દવા ગટગટાવી  આત્મહત્યા કરી હતી

બીજા બનાવ અંગે મળતી વિગતો અનુસાર ગોઈજ ગામે રહેતા હંસાબેન રમેશભાઈ મકવાણા જેમની ઉંમર 28 વર્ષની છે કોળી મહિલાએ શુક્રવારે પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ બનાવવા અંગેની જાણ મૃતકના પતિ રાજેશભાઈએ સલાયા મરીન પોલીસને કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે