Dhrol : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં પશુ ચોર ગેંગ સક્રિય થઈ છે. લતીપર રોડ પર દેવીપુજક વાસમાં ઘેટા-બકરાની ચોરી થયાની ફરિયાદ ધ્રોલ પોલીસ પંથકમાં નોંધાઈ હતી. આ બનાવ અંગે વિગતવાર વાત કરીએ તો પશુપાલનનો વ્યવસાય કરતા રવિભાઈ વકસીભાઈ વાઘેલા જેવો લતીપર રોડ પર દેવીપુજક વાસમાં રહે છે તેમના નાના-મોટા ઘેટા બકરા સહિત 14 પશુઓની ચોરી થઈ હોવાનું ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કુલ 1,18,000ની કિંમતના પશુઓની ચોરી થયાનું સામે આવ્યું છે
રવિભાઇ વકસીભાઈ વાઘેલા દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના ઘરની સામે આવેલ પશુ રાખવા માટેનો એક વાડો છે જેમાં આશરે નાના મોટા 20 જેટલા બકરા અને 10 ઘેટા વાડામાં રાખ્યા હતા જે વાડાની ફરતે લોખંડની જાળી લગાવેલ છે અને અમે પશુને વાડામાં પૂરીને સુતા હતા તે દરમિયાન સવારના આશરે પાંચ વાગ્યાની આસપાસ ઉઠીને જોતા ખૂબ જ ઓછા પશુ દેખાતા આજુબાજુમાં અમારા ઘેટા બકરાની શોધખોળ કરવા છતાં મળ્યા ન હતા. આ અંગે વધુમાં એ પણ જાણવા મળ્યું હતું કે જોડીયા રોડ પર રહેતા મશરૂભાઇ રાતડીયાની 4 બકરી ગુમ છે જેમની કિંમત ₹40,000 છે ત્યારબાદ ભેંસદડ ગામ ખાતે રહેતાદિનેશભાઈ જગુભાઈ વાઘેલાનો પણ એક બોકળો જેમની કિંમત 8000 છે તેના પણ ગુમ થયેલ છે બાદમાં જાણવા મળ્યું હતું કે અજાણ્યા ઈસમો દ્વારા અમારા પશુની ચોરી કરવામાં આવી છે ફૂલ નાના-મોટા ઘેટા બકરા મળીને 1,18,000ની કિંમતના પશુની ચોરી થઈ છે
ધ્રોલ શહેરમાં પશુ ચોર ગેંગ સક્રિય થતા પશુપાલકો સતર્ક બન્યા છે. પોલીસ પંથકમાં પશુ ચોરીની ફરિયાદ નોંધાતા ધ્રોલ પોલીસ પશુ ચોર તસ્કર કરતી ગેંગને શોધવા તપાસ હાથ ધરી છે.