વહેલી સવારે ઇનોવા કાર- ટ્રેકટર વચ્ચે ભયંકર અકસ્માત,માતા-પુત્રીના કરુણ મોત

Jamnagar : આજે નવા વર્ષના વહેલી સવારે ભયંકર અકસ્માતની ઘટના ખંભાળિયા-દ્વારકા ધોરી માર્ગ પર બની હતી જેમાં માતા-પુત્રીના કરુણ મોત નીપજ્યા હતા. વહેલી સવારે ઇનોવા કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રાજસ્થાનથી દ્વારકા  આવી રહેલા ઈનોવાકારમાં પરિવારના સભ્યો હતા જેવો દ્વારકા તરફ જઈ રહ્યા હતા ત્યાં ભાટિયા ગામ નજીક પસાર થતા જ ટ્રેક્ટરની ટોલી અને ઈનોવા સાથે જોરદાર ટક્કર થઈ હતી જેમાં માતા-પુત્રીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું

મળતી માહિતી અનુસાર ઇનોવા કારમાં સવાર રાધારાણીબેન (ઉ.વ:53) તેમને પુત્રી દિવ્યાબેન   (ઉ.વ:28) ગંભીર રીતે ઘાયલ થયા હતા જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે મુસાફરોને 108 એમ્બ્યુલન્સના માધ્યમથી ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા.મરણ જણાત માતા-પુત્રી રાજસ્થાનના  રહેવાસી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે જ્યારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઇનોવા કારમાં સવાર અન્ય બે મુસાફરો પણ સારવાર લઈ રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે

ખંભાળિયા-દ્વારકા ધોરી માર્ગ થયેલ ગમખ્વાર અકસ્માતના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફરિયાદ નોંધવા સહિતની જરૂરી તજવીજ હાથ ધરી હતી. આજે 2025 નવા વર્ષની શરૂઆત થઈ છે નવા વર્ષ દરમિયાન માતા-પુત્રી કાળનો કોળિયો બન્યા હતા.કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલી ટક્કરમાં ઇનોવા કારના ચીથરા ઉડી ગયા હતા.અકસ્માત એટલો ભયંકર હતો કે બે મહિલાઓના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા