Gujarat Weather: ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ફરીથી હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે રાજ્યના અન્ય વિસ્તારોની જેમ જ ગાંધીનગર અમદાવાદ જેવા શહેરોમાં ગુરુવારથી હળવા વરસાદનું આગમન થવાની સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે મહત્વનું છે કે કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે જ પ્રતિ કલાકે 40 થી 50 કિમી ની ઝડપે પવન ફુકાવાની પણ આગાહી કરવામાં આવી છે છેલ્લા એક અઠવાડિયાથી હવામાનમાં કોઈપણ પ્રકારનો પલટો આવ્યો નથી કમોસમી વરસાદ સતત ગુજરાતમાં ખેડૂતો માટે આ આફત બની રહ્યો છે ફરી એકવાર આગાહી કરવામાં આવી છે
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 21 તારીખે એટલે કે બુધવારના દિવસે બનાસકાંઠા ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર અમદાવાદ ભરૂચ સુરત ડાંગ તેમજ તાપીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે
આ સાથે જ ગુરુવારે એટલે કે આગામી 22 તારીખે પણ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા, અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તેમજ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર નવસારી તાપી વલસાડ પોરબંદર જુનાગઢ અમરેલી તેમજ ગીર સોમનાથ બોટાદ અને ભાવનગર જેવા શહેરોમાં પણ ગાજવી સાથે પાડવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે