IMD Weather Forecast : જામનગર સહિત સમગ્ર હાલાર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો વધુ ઊંચકાયો છે આજે એટલે કે 10 જાન્યુઆરી 2025ના રોજ ઠંડીનું જોર ઘટ્યું હતું બે દિવસ પહેલા તાપમાન સિંગલ ડિજિટલમાં આવી ગયા બાદ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઉછાળો થયો હતો જેથી ઠંડી ઘટી હતી હવામાન વિભાગ દ્વારા પણ અગાઉ આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ છે જેના કારણે ઠંડો પવન ફૂંકાઈ શકે છે પરંતુ તાપમાન અંગેની વાત કરીએ તો લઘુતમ તાપમાન 14.8 ડિગ્રીની આસપાસ જતું રહે છે
જામનગર શહેરના અનેક તાલુકાઓ અને ગ્રામીણ ક્ષેત્રોમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ ઠંડીમાં થોડી રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કોલ્ડવેવ રહેશે.ઠંડો પવન ફુકાવાના કારણે વધુ ઠંડીનો અનુભવ થઈ શકે છે ગઈકાલે સાંજથી ધ્રોલ તાલુકાના અને ગ્રામીણ વિસ્તારો તેમજ જોડિયા લાલપુર ભાણવડ જેવા તાલુકામાં ઠંડીનું જોર થોડું વધ્યું હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ લોકોનું એ પણ માનવું છે કે આ વખતે ઠંડી એક મહિનો મોળી હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ ઠંડીના કારણે શરદી ઉધરસ તાવ જેવા કેસો પણ સરકારી હોસ્પિટલમાં જોવા મળે છે
ઠંડો પવન કુકાવાથી ગામડાઓમાં શહેરી ક્ષેત્રોમાં ઠેર-ઠેર તાપણા થઈ રહ્યા છે લોકો ઠંડીને ઉડાવવા માટે જાહેરમાં તાપડા કરીને તાપતા નજરે ચડી રહ્યા છે આ સાથે શિયાળાની ઘણી બધી વાનગીઓ ખૂબ જ લોકોને પસંદ હોય છે શાકભાજીના ભાવમાં ઠંડીની સિઝનમાં સામાન્ય ઘટાડો થયો છે જેથી શિયાળાની સિઝનમાં જામનગરવાસીઓનું ફેવરિટ રીંગણાનો ઓળો ખાવાનો અવસર મળી રહે તેવું લાગી રહ્યું છે.આ વર્ષે જાન્યુઆરી મહિનો શરૂ થતા જ ઠંડીનું જોર વધ્યું હતું જેથી મજૂરી કામ કરતા લોકોને સવારે વધારે પડતી ઠંડી સહન કરવી પડે છે બીજી તરફ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં ઠંડીએ ભુકા કાઢ્યા હતા ત્યારે હવામાન નિષ્ણાતોનું એ પણ માનવું છે કે જાન્યુઆરી અંત સુધીમાં હજુ પણ ઠંડીનું જોર વધશે ઠંડા પવન ફૂંકાશે જેથી લોકોને ઠંડીનો અહેસાસ વધારે થાય તેવી શક્યતાઓ છે