Stock Market : ટેરિફના ભયમાંથી બહાર આવતાં ભારતીય બજારોએ બતાવ્યું બાઉન્સબેક

Stock Market: મંગળવારના રોજ ભારતીય શેર બજારોએ શાનદાર પલટો લીધો હતો, જયારે ટ્રમ્પના ટેરિફ સંબંધિત ભયમાંથી બહાર આવી રહેલું બજાર બાઉન્સબેક કરતું જોવા મળ્યું. સોમવારે ભારે ઘટાડા બાદ મંગળવારની શરૂઆત જ ઉછાળાથી થઈ — બીએસઈનો સેન્સેક્સ ખુલતાની સાથે જ લગભગ 1200 પોઈન્ટ ઉછળી ગયો હતો. એનએસઈનો નિફ્ટી પણ લગભગ 350 પોઈન્ટના તેજીભર્યા આરંભ સાથે ટ્રેડ થયો.

ટાટા ગ્રૂપ અને અન્ય મોટા શેરોમાં જોરદાર તેજી

માર્કેટની આ તેજીથી અનેક બ્લૂ-ચિપ શેરો હરીયાળી ઝોનમાં ટ્રેડ કરતા જોવા મળ્યાં. ખાસ કરીને ટાટા ગ્રૂપના શેરો જેમ કે Tata Steel અને Tata Motors સાથે સાથે Adani Ports પણ તેજી દર્શાવતા હતાં. ટોચના 10 શેરોમાં જેટલો ઉછાળો જોવા મળ્યો તે નીચે પ્રમાણે છે:

  • Titan: 5.01% ઉછાળો
  • Adani Ports: 3.64%
  • Bajaj Finserve: 3.05%
  • Tata Steel: 3.02%
  • Axis Bank: 3%
  • Tata Motors: 3.24%
  • SBI: 2.79%
  • Zomato: 2.22%
  • IndusInd Bank: 2.06%
  • Reliance: 1.20%

આતરરાષ્ટ્રીય બજારોમાં પણ તેજીનો માહોલ

આ રિકવરીના સંકેત પહેલેથી જ મળવા લાગ્યા હતાં. જાપાનના Nikkei ઇન્ડેક્સમાં 7%નો જબરો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે હોંગકોંગનો Hang Seng પણ આશરે 3% વધ્યો હતો. Gift Nifty માં પણ શરૂઆતના ટ્રેડ દરમિયાન 400 પોઈન્ટ જેટલો ઉછાળો નોંધાયો હતો.

સોમવારે પડી ગયા હતાં માર્કેટ

ગઈકાલે એટલે કે સોમવારે ભારતીય શેર બજારોએ મોટો ફોલ નોંધાવ્યો હતો. BSE સેન્સેક્સ 75,364.69 થી ધપકીને 71,449 પર ખુલ્યો અને ટૂંક સમયમાં 71,425 સુધી ખસ્યો હતો. છેલ્લે માર્કેટમાં થોડો સુધારો થયો હોવા છતાં સેન્સેક્સ 2.95% એટલે કે 2226.79 પોઈન્ટ ઘટીને 73,137.90 પર બંધ થયો હતો.