Jamnagar Crime: જામનગર શહેરમાં ફરી એકવાર હુમલાની ઘટના સામે આવી છે જેમાં ગુલાબનગર પાસે ગત રાત્રે એક યુવાન પર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગુલાબનગર પાસે રહેતા સુલ્તાન ઈશાકભાઈ હાલાણીની પત્નીને અન્ય શખ્સ દ્વારા મેસેજ કરતા બોલાચાલી થઈ હતી ત્યારબાદ ગત રાત્રે ફૈઝલ ખેરાણી, કાસમ ખેરાણી, મોહસીન ખેરાણી, અકરમ ખેરાણી નામના ચાર શખ્સો દ્વારા સુલ્તાન પર ધોકા પાઇપ પડે હુમલો કરતા સુલતાનના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવની ફરિયાદ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
વધુમાં બનાવવાની વિગતો વિશે વાત કરીએ તો જામનગર શહેરમાં ગુલાબ નગર વિસ્તાર પાસે રહેતા સુલ્તાન ઈશાકભાઈ હાલાણીની પત્નીને ફૈઝલ નામના શખ્સે ફોન અને મેસેજ કર્યા હતા તે બાબતે સુલ્તાન અને ફેજલ વચ્ચે ભૂલા ચાલુ થઈ હતી ત્યારબાદ સુલતાન ગુલાબ નગર પાસે જાની દુકાનની આસપાસ હતું ત્યારે ફેજલ તેમજ તેમની સાથે કાસમ ખેરાણી, મોહસીન ખેરાણી, અકરમ ખેરાણી ગાળો ભાંડી ધોકા-પાઈપથી હુમલો કરી આડેધડ માર ફટકાર્યો હતો. જેમાં સુલતાનને પગમાં ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી આ સાથે જ શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારબાદ ચારેય ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ સુલતાન હાલાણીએ સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે