Jamnagar Weather : સમગ્ર ગુજરાતમાં હાલ ગુલાબી ઠંડીની મોસમ ચાલી રહી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાતો દ્વારા કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. જામનગર શહેરમાં આમ તો ઠંડીનું જોર વધી રહ્યું છે તો બીજી તરફ કોલ્ડવેવ જેવી પણ સ્થિતિ સર્જાય છે ક્યાંક ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે તો ક્યાંક ગાઢ ધુમસના કારણે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તેમજ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરી હતી ત્યારે સૌરાષ્ટ્રના લગભગ ભાગોમાં હળવો વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા અને નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
જામનગર શહેરમાં માવઠાની આગાહી
છેલ્લા ત્રણ ચાર દિવસથી જામનગર શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે આખો દિવસ ગાઢ ધુમ્મસ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર દાસે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભારે પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે
બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ પણ આગાહી કરતા જણાવ્યું હતું કે 28 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર જામનગર, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના શહેરોમાં કે મોસમી વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જામનગરમાં પણ વાદળછાયુ વાતાવરણ છવાયું છે અને ઠંડી પણ પડી રહે છે જામનગરવાસીઓ ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતો પણ માવઠાની આગાહીને લઈને ચિંતામાં મુકાયા છે
જામનગરમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મહત્વની આગાહી કરી હતી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 28 થી 29 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે આ સાથે જ તેમને જામનગર અંગે કોઈ પણ પ્રકારની આગાહી કરી નથી મળતી વિગતો અનુસાર જામનગર શહેરમાં માવઠાની અસર ખૂબ જ ઓછી જોવા મળે તેવી શક્યતાઓ છે, અંબાલાલ પટેલે જામનગરમાં કમોસમી વરસાદ અંગે આગાહી કરી હોય તે પ્રકારની મીડિયા અહેવાલના માધ્યમથી માહિતી મળી નથી પરંતુ હવામાન વિભાગનું માનવું છે કે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે