JMC Jamnagar: જામનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં, ગેરકાયદેસર દુકાનો અને બાંધકામો પર બુલડોઝર ફેરવાયું

JMC Jamnagar:  જામનગર મહાનગરપાલિકા એક્શનમાં આવી છે ગેરકાયદેસર દુકાનો અને બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું પોલીસનો બંદોબસ્ત સાથે 12 જેટલી દુકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ છે. બાંધકામ કરનાર દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવામાં આવી હતી અને ત્યાં તેની હાર થઈ જતા આખરે મહાનગરપાલિકા દ્વારા 5,550 ચોરસ ફૂટ જગ્યા ને ખુલ્લી પડાવી દુકાનો અને ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા

જામનગર શહેરની ગેલેક્સી સિનામાં નજીક આવેલા ગેરકાયદેસર બાંધકામ અગાઉ પણ કરવામાં આવ્યું હતું. અગાઉ 2020 માં પણ 15 જેટલી દુકાનો ખડકી દેવામાં આવી હતી જેમાં સીલ મારવામાં આવ્યું હતું તેમ છતાં ફરી એકવાર બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને નવી બાર દુકાનો ખડકી દેવામાં આવી હતી. આ મામલે કાનૂની લડત ચાલી રહી હતી પરંતુ અદાલતમાં તેમની હાર થતાં જામનગર પાલિકા એકશનમાં આવી છે જામનગરની અદાલત અને હાઇકોર્ટ એટલું જ નહીં સુપ્રીમ કોર્ટ સુધી બાંધકામો કરનાર બિલ્ડરો દ્વારા લડત ચલાવવામાં આવી હતી લડત હારી જતા તેમની તમામ દબાણવાળી જગ્યાઓને ખુલી પાડવામાં આવી હતી

વધુમાં મળતી માહિતી અનુસાર મહાનગરપાલિકાએ જગ્યા ખુલી કરવાના નોટિસો પણ ફટકારવામાં આવી  આવી હતી તેમ છતાં બાંધકામ કરનાર ધ્યાનમાં લેતા ન હતા ત્યારે આજે મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને તમામ બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા અને બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યુ હતો. જામનગર મહાનગરપાલિકાની ડીએમસી ઝાલા ખુદ હાજર રહ્યા હતા અને તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સાથે જ અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા ટીપીઓ શાખાના ઊર્મિલ દેસાઈ સહિતની મોટી ટીમ પણ સ્થળ પર હાજર રહીને ડિમોલેશન કરવામાં આવ્યું હતું

બાંધકામો અને ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલી દુકાનોની તોડી પાડવા માટે ત્રણ જીસીબી મશીન હિટાચી મશીન સહિત ટ્રેક્ટરો વગેરેની મશીનરી મદદથી 25 જેટલા કર્મચારીઓ બાંધકામ દૂર કરવામાં કામે લાગ્યા હતા અને ગેરકાયદેસર ખડકેલી 12 દુકાનોને તોડી પાડવામાં આવી હતી. બુલડોઝર દ્વારા તોડવામાં આવતી ગેરકાયદેસર દુકાનો અને બાંધકામને જોવા માટે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા