કાલાવડમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના બહેન-બનેવીનું અપહરણ થતા ચકચાર, જાણો સમગ્ર મામલો

Jamnagar : જામનગર શહેરના કાલાવડ શહેરમાંથી અપહરણની ઘટના સામે આવી છે પ્રેમ લગ્ન કરનાર યુવાનના બહેન-બનેવી સહિતના ત્રણ સભ્યોનું અચાનક અપહરણ થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે આ ઘટના કાલાવડ તાલુકામાં આવેલ ધૂન ધોરાજી ગામની છે જ્યાં એક યુવાન યુવતીના પ્રેમમાં પડ્યો હતો ત્યારબાદ તેમને પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન બાદ યુવાનની બહેન-બનેવી સહિત ત્રણ વ્યક્તિનું બોલેરો કારમાં આવેલા ચાર શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે આ બનાવવા અંગે ગ્રામ્ય પોલીસ પંથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

મળતી માહિતી અનુસાર કાલવડ તાલુકામાં આવેલ ધૂન ધોરાજી ગામમાં રહેતા કૈલાશભાઈ આદિવાસી અને તેના પત્ની ઉષાબેન તેમજ પુત્રી નિશાબેન કે જેવો ત્રણેય પોતાની વાડીની ઓરડીમાં સુતા હતા તે દરમિયાન સફેદ કલરની બોલેરો કારમાં આવેલા વિક્રમ સમસિંગભાઈ દેહીજા તથા અજાણ્યા   ત્રણ શખ્સો દ્વારા કૈલાશભાઈના પુત્ર ઉમેશને ઢોર માર્યો હતો ત્યારબાદ તેમનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું

કૈલાશભાઈના પુત્રને ઢોર માર્યા બાદ તેમના પત્ની ઉષાબેન અને તેમની પુત્રી નિશાને પણ બળજબરીપૂર્વક કારમાં બેસાડીને અપહરણ કરી જતા કાલાવડ ગ્રામ્ય પંથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અપહરણ કરનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેમની શોધખોળ સહિતની તપાસ હાથ ધરી છે

આ સિવાય પ્રાપ્ત વિગતો અનુસાર અપહરણ થનાર કૈલાશભાઈના શાળા દિનેશ વ્યાસથી થોડા દિવસો પહેલા જ જીગલીબેન નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેનો ખાર રાખીને તેમના ભાઈ વિક્રમ ગઈકાલે રાત્રે અજાણ્યા શખ્સો સાથે આવ્યો હતો  ત્યારબાદ કૈલાશભાઈ તથા તેમની પત્ની અને પુત્રીનું અપહરણ કર્યા હોવાનું જાહેર થયું છે હાલ પોલીસ તમામ અપહરણ કરનાર શખ્સોની શોધખોળ કરી રહી છે અને વધુ તપાસ હાથ ધરી છે