કાનાનગર શેરીના મકાનમાં થતુ હતુ દારૂનું વેચાણ, પોલિસે આરોપી સાથે રૂ.87,000નો દારુ ઝડપી પાડ્યો

(આશિષ આહીર-જામનગર): જામનગર સીટી એ ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે જામનગર શહેરના કાનાનગરમાં શેરી નંબર ૧ના છેડે મકાનમાં ઉપલા માળે મહેન્દ્ર મસાલી અને પ્રેમ કાનો બારૂતો મકાન ભાડે રાખી ભારતીય બનાવટી વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી સર્વેલન્સ  સ્કોડના એ.એસ.આઇ રવીરાજસિહ અનીરૂદ્ધસિંહ જાડેજા તથા પો.કોન્સ, વિક્રમસિહ ભરતસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયા તથા પો.કોન્સ. હીતેષભાઇ રાણાભાઇ સાગઠીયાને મળી હતી 

સર્વેલન્સ સ્કોડ ટીમ દ્વારા બાતમીના આધારે રેડ કરતા અલગ-અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી કુલ બોટલો 174 જેમની કિંમત રૂ.87000 ના કબ્જે કરી  પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આ સિવાય પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે અન્ય વ્યક્તિઓ પણ આ દારૂના વેચાણ માટે સંડોવાયેલ છે તેમની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે

જામનગર શહેર પોલીસ દ્વારા અવારનવાર ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતા અને બુટલેગરોને ડામવા માટે સતત સતક રહીને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવે છે ત્યારે જામનગર સીટી એ ડિવિઝન પોલીસને ફરી એકવાર મોટી સફળતા મળી છે અને મકાનમાં દારૂનું વેચાણ કરતા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે

વધુમાં જણાવી દઈએ તો આ રેડ દરમિયાન આરોપી મહેન્દ્ર મસાલી કરસનભાઈ માવ જેવો મજૂરી કામ કરે છે અને પ્લોટ 58 કાના નગર શેરી નંબર 1 ના છેડે પાણીની ડંકી સામે ગલીમાં રહે છે તેવો કબજા ભોગવતા મકાનની ઝડતી કરતા મકાનમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડો મળી આવી હતી. પોલીસે કુલ 87,000 નું મુદ્દામાલ કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આ સિવાય દારૂનો જથ્થો પૂરો પાડનાર લાખા ગઢવી પાસે તથા  પ્રેમ ઉર્દૂ કાનો બારૂતો બારૂતો વાળાને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

Leave a Comment