LPG Gas Cylinder Price: એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં નવા વર્ષના પ્રથમ દિવસે ભાવમાં ઘટાડો

LPG Gas Cylinder Price: નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને નવા વર્ષમાં કોમર્શિયલ સિલિન્ડર ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી  નવા વર્ષની શરૂઆતમાં તેમના માટે સારા સમાચાર છે. આ ભાવમાં ઘટાડો માત્ર 19 કિલા એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે 14 કિલોના ગેસ સિલિન્ડરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો કોમર્શિયલ સિલિન્ડરની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં આ ભાવ ઘટીને હવે 1804 રૂપિયા થઈ ગયો છે.

ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર નહીં

કોમર્શિયલ ગેસ સિલિન્ડર ધારકો માટે નવા વર્ષની ભેટ મળી છે તો બીજી તરફ ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો વર્ષ 2025 ના પહેલા જ દિવસે કરેલું એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સામાન્ય ઘટાડો થયો છે 14.50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગામી દિવસોમાં હજુ પણ એલપીજી ગેસ સિલિન્ડરને લઈને ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે

વધુમાં જણાવી દઈએ તો ભારતના મોટાભાગના શહેરોમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ લાગુ કરવામાં આવ્યા છે ભાવ ઘટીને નવા ભાવમાં હવે નાગરિકો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ચૂકવી શકશે આ સિવાય પતરાની વાત કરીએ તો ત્યાં ઘરેલુ સિલેન્ડર ની કિંમત 892.50 છે જ્યારે ચેન્નાઈ શહેરની વાત કરીએ તો 818.50 રૂપિયા છે પટનામાં ઘરેલુ ગેસ સિલિન્ડર ની કિંમત 892.50 માં મળે છે જ્યારે મુંબઈ શહેરની વાત કરીએ તો 802.50 રૂપિયામાં ઘરેલુ ગેસ સિલિન્ડર મળે છે

મળતી વિગતો અનુસાર ઉજ્વલા યોજના હેઠળ મળવાપાત્ર ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. આગામી દિવસોમાં સબસીડીમાં વધારો થાય તેવી શક્યતાઓ છે અગાઉ પણ સબસીડીને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા પરંતુ હાલ વર્ષની શરૂઆતમાં જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સામાન્ય ઘટાડો કરવામાં આવ્યો છે