Pan Aadhaar Linking Deadline: પાન આધારકાર્ડ સાથે લીંક અંગે મોટા સમાચાર

Pan Aadhaar Linking Deadline: આધારકાર્ડ અને પાનકાર્ડને લઈને મહત્વની અપડેટ સામે આવે છે જે લોકોએ હજુ સુધી પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક નથી કરાવ્યું તેમના માટે હવે લિંક કરાવવાની તારીખ લંબાવવામાં આવી છે મળતી વિગતો અનુસાર તમે ચૂકવ્યા વગર પાન આધારકાર્ડ સાથે લીંક કરી શકો છો પાન આધારકાર્ડ લિંક કરાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમે નજીકની જનસેવા કેન્દ્ર પર જઈને પણ તમે કરી શકો છો જો તમે આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહીં કરાવો તો પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ચાલો તમને આ અંગે મહત્વની વિગતો જણાવીએ

Pan Aadhaar Linking Deadline : પાનકાર્ડ લિંક કરવાની ડેડલાઇન વધારવામાં આવી

આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરાવવા વિશે નાણામંત્રીએ સ્પષ્ટ માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે જે લોકોએ એક ઓક્ટોબર 2024 પહેલાં આધાર એન્ડ્રોલમેન્ટ આઈડી પર પાનકાર્ડ મેળવ્યું છે તેવો કોઈ પણ પ્રકારની પેનલ્ટી વગર આધાર કાર્ડ લિંક કરાવી શકશે આ સાથે જ છેલ્લી તારીખ હવે 31 ડિસેમ્બર 2025 રાખવામાં આવી છે આ તારીખ પહેલા તમામ આધાર કાર્ડ અને પાનકાર્ડ ધારકોએ આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરાવવાનું રહેશે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પેનલ્ટી ભરવાની રહેશે નહીં

વધુમાં જણાવી દઈએ તો કેન્દ્રીય પ્રત્યક્ષકર વિભાગ દ્વારા ત્રણ એપ્રિલ 2025 ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં તેમણે સ્પષ્ટ માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ પાનકાર્ડ ધારકો જેમણે પોતાના આધારકાર્ડ નંબર આવકવેરા વિભાગને જણાવ્યું નથી તેમણે જણાવવું પડશે જેવો લીંક કરીને જણાવી શકે છે આ નોટિફિકેશન એવા કરદાતાઓ માટે છે જેમણે 1 ઓક્ટોબર 2024 પહેલાં આધાર એનરોલમેન્ટ આઈડી મારફતે પાનકાર્ડ (PAN Card) મેળવ્યું છે

વધુમાં છૂટછાટ માત્ર એવા લોકોને જ આપવામાં આવી છે જે પાનકાર્ડ આધાર એન્ડ્રોઈલમેન્ટ આઈડી પરથી મેળવ્યું છે બાકીના ને છૂટછાટ આપવામાં આવી નથી તેવી પણ માહિતી સામે આવી છે અન્ય તમામ કિસ્સામાં પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે હજાર રૂપિયા સુધીની લેટ ફી આપવાની હોય છે પરંતુ હવે જે વિગતો મીડિયા અહેવાલોના માધ્યમથી સામે આવી છે તે મુજબ લેટ ફી ભરવાની રહેશે નહીં જે તારીખ નિર્ધારિત આપવામાં આવી છે તે તારીખ સુધી..