Railway Recruitment 2025 : સરકારી નોકરીની સપનું જોતા તમામ ઉમેદવારો માટે શાનદાર અને સુવર્ણ તક સામે આવી છે રેલવે ભરતી બોર્ડ (RRC) દ્વારા 4,000 થી વધુ ખાલી જગ્યા ઉપર એપ્રેન્ટિસની મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે પણ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા ધરાવે છે તેઓ ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરી શકે છે રેલવે ક્ષેત્રમાં નોકરીની ભરતીની અલગ અલગ પદો પર કુલ 4000 ખાલી જગ્યા ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 27 જાન્યુઆરી 2025 સુધીમાં તમામ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આ સમયગાળા દરમિયાન તમે ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી અરજી કરી શકો છો અને રેલવે ક્ષેત્રમાં નોકરી મેળવી શકો છો પરંતુ અરજી કરતાં પહેલાં આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી Railway Recruitment 2025 અંગે સંપૂર્ણ વિગતો વાંચવી ખૂબ જ જરૂરી છે નીચે રેલવે ભરતી માટેની તમામ અરજી પ્રક્રિયા શૈક્ષણિક લાયકાત અને પાત્રતાની વિગતો વાંચી શકો છો
રેલ્વે RRC ભરતી 2025 ખાલી જગ્યાઓની વિગતો : RRB Recruitment 2025
રેલવે બોર્ડ દ્વારા જે હાલમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમાં ખાલી જગ્યાઓની વાત કરીએ તો દક્ષિણ મધ્ય રેલવે દ્વારા ખાલી જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં ડીઝલ મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, ફિટર, આ સિવાય એર કન્ડીશનીંગ, સુથાર, પેઇન્ટર, વેલ્ડર વગેરે સહિત અન્ય ટ્રેડ માટે ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે પાત્રતાની વિગતો પણ નીચે આપેલી છે જેને ધ્યાનથી વાંચીને તમે આ ભરતી માટે અરજી કરી શકો છો
Railway Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો રેલ્વે ટ્રેડ એપ્રેન્ટિસની આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10મું પાસ કરેલું હોવું આવશ્યક છે. ઉપરાંત, સંબંધિત વિષયમાં ITI પ્રમાણપત્ર હોવું જરૂરી છે. તમામ ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી અરજી કરી શકે છે શૈક્ષણિક લાયકાત વિશે માહિતી મેળવ્યા બાદ તમે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અરજી ઓનલાઇન ઘરે બેઠા કરી શકો છો આ સાથે જ ઓફિશિયલ વેબસાઈટ પર ભરતીની સૂચના અંગે વિગતો પણ મેળવી શકો છો
આ ભરતી માટે ઉંમર મર્યાદા અને અન્ય વિગત : Railway Recruitment 2025
ઉંમર મર્યાદા ની અને શૈક્ષણિક લાયકાતની વિગતો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે નીચે આ અંગે તમામ માહિતી આપી છે:
- વય મર્યાદા- આ ભરતી માટે ઉંમર મર્યાદા ની વાત કરીએ તો વધુમાં વધુ 24 વર્ષની ઉમેદવારની ઉંમર હોવી જોઈએ આ સાથે જ નિયમો મુજબ અને કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવશે.
- પસંદગી પ્રક્રિયા: રેલ્વે તાલીમ પામેલા એપ્રેન્ટિસ માટે ઉમેદવારોની પસંદગી કોઈપણ લેખિત પરીક્ષા અને સીધા ગુણના આધારે કરવામાં આવશે.
- અરજી ફી: જનરલ/ઓબીસી/ઇડબ્લ્યુએસ શ્રેણીના ઉમેદવારોએ અરજી પ્રક્રિયા દરમિયાન 100 રૂપિયાની અરજી ફી સબમિટ કરવાની રહેશે. SC/ST/PH અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી.
રેલ્વે એપ્રેન્ટિસ માટે કેવી રીતે અરજી કરવી? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
- Railway Recruitment 2025 માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓનલાઇન વેબસાઈટ onlineregister.org.in પર જવાનું રહેશે જ્યાં તમારે રજીસ્ટ્રેશન પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે
- રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમારે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કર્યા બાદ લોગીન થવાનું રહેશે
- ત્યારબાદ પૂછવામાં આવેલી સંપૂર્ણ વિગતો અને માહિતીને ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે
- જરૂરી બધા જ દસ્તાવેજો અને પૂછવામાં આવેલા પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે
- ફોર્મની અંતિમ પ્રિન્ટ આઉટ પણ તમે કાઢી શકો છો અને ત્યારબાદ અરજી ફોર્મને સબમિટ કરવાનું રહેશે
ઉપર આપેલી તમામ અરજી પ્રક્રિયાને વાંચીને તમે અરજી કરી શકો છો વધુ વિગતો તમને ઓફિસિયલ વેબસાઈટ પર મળી જશે હાલમાં ભરતી પ્રક્રિયા શરૂ છે Railway Recruitment 2025 માટે અરજી કરવી ખૂબ જ સરળ છે હાલમાં જ બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઉમેદવારો સરકારી નોકરી માટે અરજી કરી શકે છે અને નોકરી મેળવી શકે છે