Rivaba Jadeja :ધ્રોલ, કાલાવડ અને જામજોધપુરમાં સંમેલન કાર્યક્રમમાં રીવાબા જાડેજાનો ધુઆધાર પ્રચાર

Rivaba Jadeja : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આગામી 16 તારીખે મતદાન થવાનું છે તે દરમિયાન તમામ પાર્ટીના ઉમેદવારો પ્રચારમાં ઉતરી ગયા છે જામનગર જિલ્લાથી ત્રણ નગરપાલિકાની આગામી ચૂંટણીઓમાં ભાજપ તરફથી જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે આ સાથે જ તેમણે ધ્રોલ કાલાવડ, જામજોધપુર નગરપાલિકા તેમજ અન્ય સ્થાનિક સ્થળો પર સક્રિય પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં તેમણે ભાજપના પ્રચાર કાર્યક્રમમાં હાજરી આપી હતી

ધ્રોલમાં પણ પ્રચાર પ્રક્રિયા જોર-સોરથી ચાલી રહી છે ત્યારે ધ્રોલમાં વોર્ડ નંબર 7માં ભાજપના ચૂંટણી  કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જ્યાં રિવાબા જાડેજાએ ઉપસ્થિત રહ્યા હતા અને બોર્ડના ચારેય ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે જ કાલાવડ અને જામજોધપુરમાં પણ પ્રબંધ નાગરિક સંમેલનમાં તેમણે હાજરી આપી હતી તેમણે સ્થાનિક કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે સંવાદ પણ કર્યો હતો. રીવાબા જાડેજાની હાજરીથી અનેક કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો

ભાજપના સંમેલનમાં સ્થાનિક આગેવાનો સહિત કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રીવાબા જાડેજાના સઘન પ્રચાર અભિયાન અને જનસંપકને કારણે ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપની જીત માટેની સંભાવનાઓ વધુ મજબૂત બનતી હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે