Salman Khan in Jamnagar:સલમાન ખાનને જામનગર ફાવી ગયું, કરી જન્મદિવસની ધમાકેદાર ઉજવણી

Salman Khan in Jamnagar: બોલીવુડના ભાઈજાન સલમાન ખાન હાલ જામનગરની મુલાકાતે છે તેમણે પોતાનો જન્મદિવસન અંબાણી પરિવાર સાથે રિલાયન્સ ગ્રીન્સ ખાતે ઉજવ્યો હતો અદભુત આતશબાજી સાથે આકાશ પણ જળહળી ઉઠ્યું હતું આ ઉજવણીમાં સલીમ ખાન સિવાયનો આખો પરિવાર હાજર રહ્યો હતો જામનગરમાં સેલિબ્રિટીઝ માટે પસંદગીઓ શહેર બનતું જાય છે. મળતી વિગતો અનુસાર રવિવારે રિલાયન્સના અધિકારીઓ તથા તમામ કર્મચારીઓને મનોરંજનના કાર્યક્રમ સાથે ભોજન માટે આમંત્રણ કરવામાં આવ્યા છે ધીરુભાઈ અંબાણીની જન્મજયંતી છે તે નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન જામનગર શહેરમાં થવા જઈ રહ્યું છે ત્યારે બોલીવુડના ઘણા બધા સેલિબ્રિટીઝ પણ જામનગરના મહેમાન બન્યા છે 

વધુમાં જણાવી દઈએ તો છેલ્લા ચાર દિવસથી જામનગર એરપોર્ટ પર મોટા સેલિબ્રિટીઝ નજરે ચડી રહ્યા છે સૌપ્રથમ મુકેશ અંબાણી સિવાય નીતા અંબાણી કોકીલાબેન અંબાણી આકાશ અંબાણી સિવાયના અંબાણી પરિવાર દ્વારા રિલાયન્સ ગ્રીન્સ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે મોટા સેલિબ્રિટીઝ પણ ઉપસ્થિત રહ્યા છે સલમાન ખાનથી માંડીને સારા અલી ખાન સિવાયના સેલિબ્રિટીઝ એરપોર્ટ પર નજરે ચડ્યા હતા

સલમાન ખાનની ગઈકાલે જામનગર એરપોર્ટ પર એન્ટ્રી થઈ હતી અને તસવીરોમાં કેદ થયા હતા તેમના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આ સાથે જ ગઈકાલે સોહીલ ખાન બનેવી આયુષ શર્મા અર્પિતા શર્મા પણ એરપોર્ટ પર નજરે ચડ્યા હતા. આ સિવાય સલમાન ખાનની ગર્લફ્રેન્ડ પણ લોલીયા વંતુર પણ પરિવાર સાથે પહોંચી હતી અન્ય સેલિબ્રિટીઝની વાત કરીએ તો રિતેશ દેશમુખ જેનેલિયા ડિસોઝા પણ જામનગર આવી પહોંચ્યા હતા

ગઈકાલે બોલીવુડ સેલિબ્રિટીઝ સાથે ભાઈજાન સલમાન ખાનનો જન્મદિવસની ઉજવણી રિલાયન્સમાં કરવામાં આવી હતી ત્યારે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ હનીસિંહ સહિતના કલાકારોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભવ્ય કેક કટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Leave a Comment