Jamnagar News: ગુજરાતમાં અવાર-નવાર ઢોંગી ભુવાઓ સામાન્ય નાગરિકોને તેમજ મહિલાઓ અને યુવતીઓને પોતાની જાળમાં ફસાવી તેમને અંધશ્રદ્ધામાં ધકેલતા હોય છે પરંતુ આજે જામનગરની સેશન્સ કોર્ટે એક ભુવાને 19 વર્ષની સજા ફટકારીને પીડિત યુવતીને ન્યાય આપ્યો હતો, અપહરણ દુષ્કર્મ જેવા ગંભીર ગુનાને અંજામ આપનાર ભુવા જીતુગીરીને સેશન્સ દ્વારા 19 વર્ષની સજા ફટકારીમાં આવી છે આરોપીએ પરિવારના સભ્યોને ધાકધમકી આપ યુવતીનું અપહરણ કરી રાજસ્થાન લઈ ગયો હતો જ્યાં તેમના મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યું હતું
વધુમાં મળતી માહિતી અનુસાર ભુવા આરોપી જીતુગીરીએ યુવતીને પોતાના વિશ્વાસમાં લીધી હતી ત્યારબાદ તેમનું અપહરણ કર્યું હતું તેમને ધમકી આપીને રાજસ્થાન લઈ ગયો હતો જ્યાં તેમના મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. યુવતીએ આખરે ભુવા વિરદ્ધ અવાજ ઉપાડ્યો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી
પોલીસે યુવતીને ન્યાય આપવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આ નરાધમ ભુવાને ઝડપી પાડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે પુરાવા એકત્ર કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટે આરોપીને દોષી ઠેરવીને 19 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટના આ ચુકાદાથી પીડિત યુવતી અને તેના પરિવારને ન્યાય મળ્યો હતો. જામનગરની સેશન્સ કોર્ટે એક પીડિત યુવતીને ન્યાય આપીને લોકો માટે પ્રેરણાદાઈ બને તેવો ચુકાદો આપ્યો હતો