Jamnagar News: જામનગરના હાલાર હાઉસ પાછળના વિસ્તારમાં આવેલા ‘શ્રી ગાયત્રી આશરો’ એપાર્ટમેન્ટમાં એક યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, કચ્છના માંડવી ગામના વતની અને હાલ જામનગરમાં રહેતા ભાવિનભાઈ ચંદ્રકાંતભાઈ ખેતાણી નકામી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. તેમની દુકાન છેલ્લા બે-ત્રણ મહિનાથી બરાબર ન ચાલતા તેઓ અને તેમની પત્ની ગ્રીસાબેન આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યા હતા. આ સ્થિતિથી દુઃખી થઈ ગ્રીસાબેને માનસિક તણાવમાં આવી ગઈ હતી.
સોમવારે મધ્યરાત્રિના સમયે ગ્રીસાબેને પંખાના હૂંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. ઘટનાની જાણકારી મળતા 108 એમ્બ્યુલન્સના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. પીએસઆઈ ડી.જી. રાજ અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે