Jamnagar : જામનગર શહેરના ગુલાબ નગર નજીક ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં રહેતી યુવતીને ધાક ધમકી આપવાની ઘટના સામે આવી છે મૈત્રી કરારમાં રહેવું યુવતીને હવે ભારે પડ્યું છે કારણ કે યુવક દ્વારા તેમને તેમજ તેમના માતા-પિતાને બ્લેકમેઇલિંગ સાથે ધમકી આપવામાં આવી છે, જેથી યુવતીએ પોતાના પ્રેમી સામે સીટી બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે
આ સમગ્ર ઘટના વિશે વિસ્તારથી જણાવીએ તો શહેરના ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં રહેતી 23 વર્ષે યુવતી સાપર ગામમાં રહેતા રાજેશ હાથીયા સાથે મૈત્રી કરાર હતા. પરંતુ હવે બંને વચ્ચે તકરાર થતા હવે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે વધુમાં વિગતવાર જણાવી દેતો યુવતી પોતાના પ્રેમીને છોડીને ફરીથી પોતાના માતા-પિતાને ઘેર ગુલાબ નગર વિસ્તારમાં રહેવા જતી રહેતા પ્રેમી રાજેશને ખોટું લાગી જતા પોતાની પૂર્વ પ્રેમિકાને ઈમોશનલ બ્લેકમેલ કરીને ધાક ધમકી આપી હતી આ સાથે જ તેમને ઝેરી દવા પી આત્મહત્યા કરી લેવાની ઈમોશનલ બ્લેકમેલ કરી ધમકી આપવામાં આવી હતી આ સાથે જ પ્રેમિકાએ પ્રેમી રાજેશ ને ભાવ ન આપતા રાજેશ વધુ જ કરાયો હતો ત્યારબાદ પ્રેમિકાને તેમજ તેમના માતા-પિતાને જીવવા નહીં દવ અને પતાવી નાખીશ તેવી ધમકી ઓચારી હતી
યુવતી દ્વારા જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના પૂર્વ પ્રેમી રાજેશ સામે ધાકધમકી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે જ્યારે પી.એસ.આઇ. ડી.જી.રાજ તેમજ જ એએસઆઇ બીડી રાવલીયા વગેરેબી.એન.એસ. કલમ 351(2) અને 351(3) મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે