Jamnagar News: જામનગરમાં બે ભાઈઓ પર ત્રણ શખ્સોનો હુમલો, માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

Jamnagar News: જામનગર શહેરમાં ફરી એકવાર હુમલાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર જામનગર શહેરના રામેશ્વર નગર નજીક જલારામ પાર્ક-1 રહેતી રસીલાબેન નાગજીભાઈ લાઠીયા નામની મહિલાએ પોતાના બે પુત્ર વિશાલ વગેરે પર હુમલો કરવા અંગે નવાગામ ઘેડમાં રહેતા બળદેવસિંહ ઉર્ફે લાલિયો જાડેજા અને તેના બે સાગરિતો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે પણ હુમલાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે જામનગરમાં રામેશ્વર નગરમાં હુમલાની ઘટના સામે આવી છે જેમાં બે ભાઈઓ પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કર્યા અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે 

વધુમાં જણાવી દઈએ તો ફરિયાદી રસીલાબેનના પુત્રોએ પોતાની બળદેવસિંહ સામે જામનગર પોલીસમાં અરજી કરી હતી જે અરજી પાછી ખેંચી લેવા માટે ત્રણ આરોપીઓએ રસીલાબેનના ઘરે જઈને તેના 2 પુત્રો પર હુમલો કર્યો હતો તેમને ઇજા પહોંચાડવાની કોશિશ કરી હતી આ સાથે જ રસીલાબેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ સમગ્ર મામલે પોલીસ કોન્સ્ટેબલ વી.પી.સોઢા  દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે