જામનગર શહેરમાં વાહન ચોરી કરતી ટોળકી સક્રિય થઈ, બે વાહનોની ચોરી

જામનગર શહેરમાં ગુલાબી ઠંડીની સિઝન ચાલી રહી છે તો બીજી તરફ તસ્કરોની રંજાડ પણ યથાવત છે, જામનગર શહેરમાંથી બે વાહનોની ચોરી થયાના અહેવાલ સામે આવી રહ્યા છે ઠંડીનો ફાયદો ઉઠાવી વાહન ચોરી કરતી ટોળકી ફરી જામનગર શહેરમાં સક્રિય થઈ છે જામનગર શહેરમાંથી એક બાઈક તેમજ સિક્કા પાટિયા નજીક એક બાઈકની તસ્કરો દ્વારા ચોરી કરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

જામનગર શહેરમાં અવાર-નવાર વાહનોની ચોરીની ઘટનાઓ બનતી હોય છે પરંતુ હાલ ઠંડીની સિઝન ચાલી રહી છે ઠંડીમાં લોકો ઘરની બહાર ઓછા નીકળતા હોય છે આવી સ્થિતિમાં ઠંડીનો ફાયદો ઉઠાવીને તસ્કરો બાઇક ચોરીને અંજામ આપતા હોય છે

જામનગર શહેરમાંથી બાઇક ચોરીની બે ઘટના બની છે જેમાં શિવ ટાઉનશિપમાં રહેતા વિવેકાનંદ શાંતિલાલ જોશી નામના યુવાને સમર્પણ સર્કલ પાસે પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો દ્વારા ચોરી ગયાની સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

અન્ય ભાઈ ચોરીની ઘટનાની વાત કરીએ તો જામનગર થી થોડી દુર સરમત ગામમાં રહેતા સુરેશભાઈ સિંધાભાઈ ગમારા નામના ભરવાડ યુવાને પોતાનું મોટરસાયકલ સિક્કા પાટીયા પાસે પાર્ક કર્યું હતું તે દરમિયાન અજાણ્યા તસ્કરો દ્વારા તેમનું બાઈક ચોરી ગયા અને ફરિયાદ તેમણે સિક્કા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે

Leave a Comment