Aravalli Rain:અચાનક વરસાદે અજંપામાં મૂક્યા અરવલ્લી જિલ્લાના 6 તાલુકા! જાણો ક્યાં તાલુકામાં કેટલો પડ્યો વરસાદ?

Aravalli Rain Alert | Gujarat Weather News in Gujarati : Aravalli Rain News: અરવલ્લી જિલ્લામાં અચાનક વરસાદ પડતા લોકો ભયભીત થઈ ગયા છે. ચોમાસાની મોસમ ગઈ એવુ લાગતું હોય તેમ વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના 6 તાલુકાઓમાં માવઠું નોંધાયું છે. આમ તો મે મહિનામાં સામાન્ય રીતે તાપમાનમાં વધારો જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે માહોલ એકદમ બદલાયેલો જણાઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબસાગરમાં સર્જાયેલું સાઇક્લોન હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. જેના કારણે રાજ્યમાં નમ વાતાવરણ અને અચાનક વરસાદની સ્થિતિ ઉભી થઈ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાના મોડાસા સહિત અનેક વિસ્તારોમાં આ પલટો વધુ અસરકારક સાબિત થયો છે.

ગઈકાલે વહેલી સવારે શરૂ થયેલા વરસાદે સામાન્ય જીવનને અસર પહોંચાડી છે. ખાસ કરીને ધંધા-રોજગાર પર જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ છે. બીજી તરફ ખેડૂતોને ઉનાળુ પાકને નુકસાન પહોંચતા ચિંતાનું વાતાવરણ છે.

📊 ક્યાં કેટલો વરસાદ પડ્યો? જુઓ તાજી માહિતિ:

➡️ મોડાસા તાલુકો – 2.36 ઇંચ

➡️ મેઘરજ તાલુકો – 1.50 ઇંચ

➡️ બાયડ તાલુકો – 1.06 ઇંચ

➡️ ધનસુરા તાલુકો – 1.02 ઇંચ

ખેતી માટે આ સમયે આવતો વરસાદ નુકસાનદાયક સાબિત થયો છે. મગફળી, મકાઈ અને અન્ય ઉનાળુ પાકને નુકસાન પહોંચવાની આશંકા છે. ઘણી જગ્યાએ પાણીને કારણે પાકના ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. વેપારીઓ પણ કહે છે કે વરસાદથી બજારમાં આવનજાવન ઓછું થયું છે, અને રોજિંદી આવક પર સીધી અસર થઈ છે.